ગીતશાસ્ત્ર 1 Psalm 1 Gujarati
Traditional Garba and Dandiya Raas rhythms lead with driving dhol and claps, intertwined with melodic shehnai and vibrant flute motifs. The arrangement layers vocal calls atop cyclic four-beat patterns. Percussive sticks accentuate the tempo, while harmonium and folk strings elevate festive energy.

Lyrics
દુષ્ટ લોકોની સલાહ જેઓ સ્વીકારતાં નથી, પાપીઓનાં માર્ગમાં જેઓ ઉભા રહેતા નથી, દેવની હાંસી ઉડાવનારા સાથે બેસતા નથી, તેઓ સાચેજ સુખી છે, તેઓને ધન્ય છે.
યહોવાના નિયમશાસ્ત્રથી તેઓ આનંદ માણે છે, રાત દિવસ યહોવાનાં વચનોનું જે મનન કરે છે; અને યહોવામય જીવન જીવવાં વિચાર્યા કરે છે,
તેઓ નદી કિનારે રોપાયેલાં વૃક્ષો જેવા છે, એ વૃક્ષો ઋતુ પ્રમાણે ઉત્તમ ફળો આપે છે; તેઓનાં પાંદડા કદી કરમાતાં નથી. તેઓ જે કાઇ કામ કરે છે, તેમાં સફળ થાય છે.
પણ દુષ્ટો એવા નથી હોતા, તેઓની વાત જુદી છે. તેઓ ખરેખર પવનમાં ઉડતાં ફોતરાં જેવા છે.
તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિ; ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ.
યહોવા ન્યાયીઓની સંભાળ રાખે છે; પરંતુ તે દુષ્ટ લોકોનો વિનાશ કરે છે.