MusicMint AI Music Generator Logo
MusicMint

veer tapsvi

A dry punchy funk groove drives the intro with crisp drums, wah guitar, and syncopated bass. Verses feature tight horn stabs and electric piano accents, giving way to a bright, layered chorus with backing vocals and playful percussive breaks. The bridge adds dynamic contrast., guitar, male vocals, emo, folk

pritiparekh627·3:01

Lyrics

મારો વીર , જાણે જંગલ ગીર ,જાણે નિશાને લાગેલું તીર, જાણે મીઠી ખીર,

જાણે સરોવર ના શુદ્ધ નીર,જાણે સાધુ ધીર ગંભીર,જાણે દોહા સંત કબીર,

_______________________

મારો ઊગતો સોના નો સૂરજ.

મારા ઊંચા આકાશ નો તારો.

મારું ગુલાબ નું સુંગધી ફૂલ.

મારા વિશાળ વટ નો છાયો.

મારો કાનો નંદ ગોપાલ.

મારા ઘર નો વારસદાર

મારો ચમકીલો પથ્થર .

મારી વીટી નો હીરો.

મારી લાગણી ના ચોમાસા નો મેઘ ધનુષ તું.

મારા આંગણા ના અંધારા માં દીવો તું.

શિયાળા નો મીઠો તડકો તું.

ઉનાળા માં ચટક લાલ કેસૂડો તું.

ઠંડી માં ગરમ ઢુંસો તું.

ગરમી માં ઠંડો વીંઝણો તું.

વાવાઝોડા આવે ને જો ગરજે વાદળ તો મારો મજબૂત ખંભો તું

મારો વિશાળ સાગર પણ તું ,

ને કિનારે લઈ જનાર નાવ પણ તું

જો તરસ લાગે તો મારો લોટો પણ તું.

ને થાકી ને એકલી પડું તો મારો ઓટો પણ તું.

લીલો છમ બગીચો પણ તું.

ને હીચોળનાર હિંચકો પણ તું.

ક્યારેક મીઠું ઝરણું તો ક્યારેક ખરો દરિયો તું.

ક્યારેક ઉછળતા મોજા તો ક્યારેક શાંત લહેરો તું.

મારા કાળજા ના કટકા તારા રૂપ હાજર છે.

લાડકા તું લખો માં એક એવો જાજરમાન છે.

પ્રીત.....

Like this song? Create something similar